Excellence in Technical Education
Title: “ક્લાઇમેટ
ચેન્જ એવોર્ડ 2025” થી
શ્રી શિવમ રાજેશકુમાર મોદી (લેક્ચરર, કે. ડી. પોલીટેકનીક, પાટણ) સન્માનિત
16
સપ્ટેમ્બર 2025, મંગળવાર
– ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા આ વર્ષે પણ “ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2025” માં ટોટલ ૧૯
એવોર્ડ જાહેર
કરવામાં આવ્યા હતા. આ અવસરે પાટણ જિલ્લાના કે. ડી. પોલીટેકનીક, પાટણ ખાતે ફરજ બજાવતા શ્રી શિવમ
રાજેશકુમાર મોદી ને પર્યાવરણ પ્રત્યે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ શૈક્ષણિક સંસ્થા-વ્યક્તિગત શ્રેણી માં આ
પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા. તેઓએ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સરકારી
પોલીટેકનીક અને ઈજનેરી કોલેજ માં ઊર્જા અને પર્યાવરણ
સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમ, ગ્રીન
કોર્સ અભ્યાસક્રમ નો ડિપ્લોમા શિક્ષણ માં પ્રવેશ, ઊર્જા ક્લબ ની સંસ્થા માં સ્થાપના, ઊર્જા કાર્યક્ષમતા ના પ્રોજેક્ટ,
તેમજ મિશન લાઈફ
અંતર્ગત કાર્યક્રમો જેવા કે- પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ, વિવિધ દિવસો
ની ઉજવણી, અને હરિત ટેકનોલોજી પ્રોત્સાહન તથા
હવામાન પરિવર્તન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કર્યા છે. તેમના
અભિયાન દ્વારા અનેક વિદ્યાર્થીઓ, સંસ્થાઓ
અને સામાન્ય નાગરિકો પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે.